કોરોનાની પ્રથમ લહેરથી બંધ પડેલી સમરસ હોસ્ટેલ હજુ સુધી બંધ પડી છે. સમરસ હોસ્ટેલ બંધ રહેતા અનેક વિદ્યાર્થીઓ PG માં મોંઘું ભાડું ભરવા મજબૂર બન્યા છે. NSUIએ હોસ્ટેલ ચાલુ કરવા સરકારને પત્ર લખ્યો છે. રાજ્ય સરકારે તમામ એકમોને કોવિડ ગાઇડલાઇનમાં રાહત આપી છે. રાજ્યમાં કોરોનાનું ગ્રહણ માત્ર સમરસને લાગ્યું હોય એમ સમરસ હજુ સુધી શરૂ કરવામાં આવી રહી નથી.

કોરોના મહામારીના કારણે રાજ્યની તમામ હોસ્ટેલો બંધ કરી દેવામાં આવી હતી. હવે કેસો ઘટતાં શોપિંગ મોલ, ટોકિઝ, જીમ, હોટલ, રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પૂર, શાળા-કોલેજો, જાહેર મેળવડા, લગ્ન, ધાર્મિક કાર્યક્રમો સહિતની છૂટ આપી દેવામાં આવી છે. પરંતુ સમરસ હોસ્ટેલમાં હજુસુધી વિદ્યાર્થીઓના એડમિશન શરૂ કરવામાં આવ્યા નથી.

NSUI એ શિક્ષણમંત્રીને આ મુદ્દે ફરિયાદ કરી હતી કે, કોરોના મહામારીના કારણે આર્થિક મહામારીનો સામનો કરી રહેલ વિદ્યાર્થીઓએ હોસ્ટેલ ચાલુ ન હોવાના કારણે કોલેજ કે યુનિવર્સિટીની આસપાસમાં ઉંચી રકમ આપીને પી.જી.માં રહેવું પડે છે અથવા તો મકાન ભાડે રાખવા પડે છે. સરકાર દ્વારા સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવે છે.