મુખ્યમંત્રીએ વડગામ ના મહમદપુરાથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ કરાવ્યોછે. શાળા ખાતે ભાવસભર દ્રશ્યો સર્જાયા છે. મુખ્યમંત્રીએ બાળકોને ચોકલેટ અને સ્કૂલબેગ આપી પહેલા ધોરણમાં પ્રવેશ કરાવ્યો છે. મુખ્યમંત્રી પોતે વિદ્યાર્થી બન્યા છે. જેમને બાળકો સાથે સ્કૂલચેર પર બેસીને વાતો કરી છે. શાળા ખાતે વૃક્ષારોપણ કર્યું છે. સ્કૂલ મેનેજમેન્ટ કમીટી સાથે બેઠક કરી છે.

રાજ્ય સરકાર દ્વારા આગામી ત્રણ દિવસ એટલે કે આજે 23, 24 અને 25 જૂનથી તેના 17મા શાળા પ્રવેશોત્સવની શરુઆત કરવામાં આવી છે. કોરોનાના બે વર્ષ બાદ ગુજરાત સરકારે ફરીથી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જે મુજબ પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલા 23 થી 25 જૂન-2022 દરમિયાન, રાજ્યની 32,013 જેટલી સરકારી પ્રાથમિક શાળામાં યોજાશે.

ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા અને આ કાર્યક્રમની વિશેષતાઓ વિશે વાત કરતાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે જ અમારુ લક્ષ્ય છે. દરેક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તે જ શાળામાં એસ.એમ.સી. ના સભ્યોની હાજરીમાં જે-તે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા શાળાનો અહેવાલ રજૂ કરવામાં આવશે.