રશિયા-યુક્રેન વચ્ચે હાલ છેલ્લા થોડા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે આ યુદ્ધના કારણે ભારતીય વિદ્યાર્થીઓ ભારત આવી ગયા હતા. એવામાં હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુરોપની કેટલીક યુનિવર્સિટી દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને એડમિશન આપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ તો યુક્રેન બોર્ડર ક્રોસ કરીને પોલેન્ડ પહોંચ્યા બાદ ભારત પરત આવ્યા નથી અને પોલેન્ડમાં જ અભ્યાસ પણ શરુ કરી નાખ્યો છે.

યુક્રેનમાં મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોલેન્ડ અને જર્મનીમાં અભ્યાસ શરુ કર્યો છે. યુક્રેનમાં યુદ્ધ ના કારણે વિદ્યાર્થી ઓ ભારત પરત ફર્યા છે. અનેક વિદ્યાર્થી ઓ એવા છે કે પોલેન્ડ કે જર્મની માં રહ્યા હતા તેઓ એ મેડિકલ નો અભ્યાસ શરુ કરી દીધો છે. પોલેન્ડ અને જર્મનીની યુનિવર્સીટીઓએ એડમિશન શરુ કર્યા છે. યુક્રેન જેટલી જ ફી માં એડમિશન આપવાનું શરુ કર્યું છે. 100 જેટલા વિદ્યાર્થીઓ એ મેડિકલ નો અભ્યાસ શરુ કરી દીધો છે.

એવામાં વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેનાર કોમલ રાવલ દ્વારા યુક્રેનના કીવ શહેરની યુનિવર્સિટીમાં ગત વર્ષે એમબીબીએસમાં એડમિશન લેવામાં આવ્યું હતું. રશિયાના હૂમલા બાદ ભારતીય વિદ્યાર્થીઓને જ્યારે યુક્રેન છોડવા માટે કહેવામાં આવ્યુ ત્યારે કોમલના સાથી વિદ્યાર્થીઓ નીકળી ગયા હતા પરંતુ કોમલ તે દરમિયાન ફસાઇ ગઇ હતી. તેમ છતાં તે યુક્રેન બોર્ડર ક્રોસ કરીને પોલેન્ડ પહોંચી ગઈ હતી.

તેની સાથે કોમલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘મેં પોલેન્ડમાં જ અભ્યાસ શરૃ કરી નાખ્યો છે. અહીની યુનિવર્સિટીએ યુક્રેનની યુનિવર્સિટીના મેડિકલના વિદ્યાર્થીઓને એડમિશન આપવાની શરૃઆત કરી દેવામાં આવી છે. ફી પણ યુક્રેન યુનિવર્સીટી જેટલી જ રાખવામાં આવી છે. આ સિવાય જર્મનીની યુનિવર્સિટી પણ યુક્રેનના મેડિકલ સ્ટુડન્ટ્સને એડમિશન આપવામાં આવી રહ્યું છે.”