બોલો કેટરિંગ કરતા વ્યવસાયીઓએ કરચોરી કરવા જમણવારના બિલમાં આચર્યું આવું કૌભાંડ

રાજકોટમાં કેટરિંગના ધંધાર્થીઓ પર GST વિભાગે તવાઈ બોલાવી છે. કેટરિંગના ધંધાર્થીઓ પર GST ની તવાઈ હાથ ધરવામાં આવી હતી. તેમાં કાલાવડ રોડ અટીકા અને વાજડી સહીત ના પાંચ સ્થળે સર્વે દરોડા પાડ્યા છે. જે લગ્નમાં કમાયા કમુરતા તંત્રના દરોડા પાડવામાં આવ્યા છે. જે સ્થાનિક ટિમને બદલે અમદાવાદ ની ટિમ ત્રાટકી છે. બે દિવસનું કેટરર્સ ને ત્યાં સર્વે ઓપરેશન પૂર્ણ થયું છે. પાંચ કેટરર્સ ને ત્યાંથી 28 લાખની કરચોરી ઝડપાઈ છે. જેમાં વેસટર્ન, આકાશ, પારીજાત મધુરમ સહીત પાંચ કેટરર્સની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમને જમણવાર ના પાર્ટી પાસે થી રકમ લઇ બિલ ન બનાવી કરચોરી કરી હતી.
આ દરોડા દરમિયાન પાંચ ધંધાર્થીઓને ત્યાં કરચોરીની તપાસ હાથ ધરવામાં આવી છે. લાખોની કરચોરી બહાર આવે તેવી શક્યતા રહેલી છે. તાજેતરમાં લગ્નની ફૂલ સીઝન લીધા બાદ કેટરર્સને ત્યાં કમુર્હતામાં GST ના સર્વે દરોડા પાડવામાં આવ્યા છે.
હદવાણીની માર્ગદર્શિકામાં ૮ થી ૧૦ જેટલા કે તેથી વધુ મોટા માથા ગણવામાં આવતા કેટરર્સના ધંધાર્થીઓ ઉપર દરોડાનો દોર શરુ કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પાંચ ધંધાર્થીઓને ત્યાં કરચોરીની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં આ મામલે અધિકારીઓ સંપૂર્ણ મૌન રાખવામાં આવેલ છે.