રાજકોટથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. કેમકે રાજકોટમાં માતા દ્વારા પિતાનું મોત થઈ ગયું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં નિદ્રાધીન માતા પડખું ફરી બાળક નીચે દબાઈ જતા મૃત્યુ થયું હતું. કોઠારીયા રોડ પર આવેલ નિલકંઠ પાર્કમાં આ બનાવ બન્યો હોવાની સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, માતાને શરદી દવા પીયને ઉંધી અને નિંદર માં 40 દિવસ ના બાળક પડખું ફરી સુઈ જતા બાળકનું કરુણ મોત થયું છે. જેમાં જાણવા મળ્યું છે કે, માતાને શરદી થતા બાળકને (વેદ જાણીયાણી) ને ચેપ ન લાગે તે માટે તેના પગની નજીક સુવડાવ્યો હતો અને પોતે શરદીના દવા પીને સુતી હતી. પરંતુ તે દરમિયાન માતાના પગ નીચે પુત્ર આવી જતા તેનું ગૂંગળાઈને મોત થઈ ગયું હતું. જ્યારે બાળકના મોત પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

આ સમગ્ર બાબતમાં જાણકારી સામે આવી છે કે, રાજકોટના કોઠારિયા રોડ પરના નીલકંઠ પાર્કમાં રવિભાઇ જાનિયાણીનો પરિવાર વસવાટ કરે છે. તેમના ઘરમાં આ દુઃખદ ઘટના બની હતી. તેમના ઘરમાં 40 દિવસ અગાઉ દીકરાનો જન્મ થયો હતો. એવામાં માતા (કાજલબેન) ને શરદી થઈ ગઈ હતી. જેના લીધે તેને શરદીની દવા ગળી લીધી હતી. જેના લીધે તેને પોતાના પુત્રને શરદીનો ચેપના લાગે તેના માટે તેના પુત્રને માતા પગ જોડે સુવડાવી દીધો હતો. પરંતુ તે દરમિયાન તેમના પગ નીચે તેમનો પુત્ર આવી ગયો અને તેનું કરૂણ મોત થઈ ગયું હતું.