ગામડામાં સરકારી અને ગોચર જમીનના સર્વે અંગે આવી મહત્વની અપડેટ….!

ગામડામાં સરકારી અને ગોચર જમીનનો સર્વે શરૂ થયો છે. મહેસુલ વિભાગનો દરેક પંચાયતનો ડેટા તૈયાર કરવા આદેશ કર્યો છે. ગામમાં સરકારી પડતર જમીન અને ગૌચર જમીનનું લિસ્ટ ગાંધીનગર મંગાવાયું છે. ગામડામાં ગૌચર જમીનના પેશકદમી કિસ્સા વધતા આદેશ થયાની વાત જાણવવામાં આવી રહી છે. જિલ્લા પંચાયત દ્વારા આ ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત પાસે જરૂરી સાત બાર નમૂના સહીત સાથે ડિટેઇલ મંગાવી છે.
ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા પાંચ વર્ષ પછી વર્ષ 2022 માં ખેતી વિષયક બાબતો નો સર્વે કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. સાથે સાથે રાજ્યના તમામ ગામડાઓ ના જમીન પત્રકો અદ્યતન કરવાની સાથે કરી જમીન સુધારણા માટે પણ મહેસુલ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા ત્રણ તબક્કામાં ખેતીવિષયક જમીનનો સર્વે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં ગામડાઓમાં ખાતેદારોની સંખ્યા નો ડેટા એકત્રિત થશે આ ઉપરાંત સીમાંત – નાના – મધ્યમ અને મોટા જૂથના ખાતેદારોની પણ વિગતો એકઠી કરવામાં આવશે.