મુદ્રા પોર્ટ પરથી પકડાયેલ ડ્રગ્સનો મામલાને લઈને જાણકારી સામે આવી છે. NIA ની ચાર્જશીટમા કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ છે. NIA ની ચાર્જશીટમાં મહત્વપુર્ણ ખુલાસા કરવામાં આવ્યા છે. NIA એ 2988.21 કિલોના ડ્રગ્સ મામલે 16 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કરી છે. ચાર્જશીટમા પાકિસ્તાની ટેરર ફંડિંગનો ખુલાસો થયો છે.

તેની સાથે આશી ટ્રેડિંગ કંપનીએ માંગવેલ ટેલકમ પાવડરમા ડ્રગ્સ પકડ્યું હતું. જેમાં હસન હુસેન લિમિટેડ, કંધાર દ્વારા ડ્રગ્સ મોકલવામાં આવ્યું છે. તેની સાથે અફઘાનિસ્તાનમાં તૈયાર થયેલું drug ,ઈરાન મારફતે ભારત મોકલવામાં આવ્યું છે. પાકિસ્તાન સમર્થિત સંગઠનો દરિયાઈ માર્ગે ભારતમાં ડ્રગની વહેચણી કરતા હતા.

જ્યારે આ મામલામા જાણકારી સામે આવી છે કે, Drug માંથી થયેલ આવક ભારત વિરોધી ગતિવિધિઓ થતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં મોકલેલું કન્સાઇનમેન્ટ પકડી લેવામાં આવ્યું હતું. સપ્ટેમ્બરમાં મુંદ્રા પોર્ટથી પકડાયેલ ડ્રગ્સ હતું. રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડનાર સામે સરકાર સખ્ત વલણ અપનાવવામાં આવી રહ્યું છે.