રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ તેની સાથે ગરમીનો મારો પણ શરૂ થઈ ગયો છે. જ્યારે હવે એવામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક બદલાવ આવી ગયો છે. તેના લીધે ફરી ચિંતાની વાત સામે આવી છે.

સુરતમાં સવારથી જ આકાશમાં વાદળો છવાયા છે. સૂર્યનારાયણ વાદળોમાં ઢંકાય ગયા છે. સવારથી જ જાણે ચોમાસાની અનુભૂતિ કરાવી રહ્યું વાતાવરણ છે. ઠંડો પવન પણ ફુકાય રહ્યો છે, ગરમી જાને ગાયબ થઈ ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે, શિયાળામાં પણ કમોસમી વરસાદ રહ્યો હતો. જેના લીધે ખેડૂતોને ભારે નુકસાન પણ થયું હતું. એવામાં હવે ઉનાળાની શરૂઆત થતા ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો હતો. પરંતુ હવે આ દરમિયાન પણ ચિંતાજનક સમાચાર સામે આવી ગયા છે. ઉનાળામાં પણ કમોસમી વરસાદના એંધાણ રહેલા છે.