સુરત પોલીસ કમિશ્નર અજય તોમરની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. ડુમસ પો સ્ટે વિસ્તારમાંથી 4 બાળકો ગુમ થયા હતાં. પોલીસ કમિશ્નરે તાત્કાલિક ટીમ બનાવી શોધખોળ આરંભી હતી. ગણતરીના કલાકોમાં પોલીસે 4 બાળકોને શોધી કાઢ્યા છે. સાથોસાથ ઉમરામાં લૂંટ થઈ હતી, આ કેસ પણ ઉકેલી કાઢવામાં આવ્યો છે.

જે ડ્રગ્સ મુકત સુરત, નાના અને માસૂમ બાળકો લાપતા થવાના બનાવો સમયે ગરીબ અને તવંગરના ભેદ ભાવ વગર પોલીસની ફોજ અને ટેકનિકલ સર્વેલન્સ કામે લગાડી દેવાના પોલીસ કમિશનર અજયકુમાર તોમરના વણ લખ્યા નિયમ અને સિદ્ધાંતની નીતિ વધુ એક વખત સફળ પુરવાર થયેલ છે.

સુરતના ડુમ્મસ પોલીસ મથક વિસ્તારના ચાર બાળકો ગત 16 તારીખના રોજ મગદલ્લા બંદર પાસેની રણછોડ રત્ન નગરીમાંથી બે બાળકીઓ અને તેમની સાથે સાથે બે બાળકો તેમના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ઉત્તર ભારતના પોતાના વતન તરફ ફરવા માટે એકીસાથે નિકળી ગયેલ હતા જેની જાણ થતા બનાવની ગંભીરતા ધ્યાને લઇ પો.ઇન્સ.શ્રી ડુમસ પોલીસ સ્ટેશન નાઓ ઉપરી અધિકારીશ્રી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અધિકારી સાથે બનાવના સ્થળે પહોચી ગઈ હતી અને આ હકીકત મેળવી ગુમથનાર બાળકોમાંથી એકસાથે ફરવા જતા હોવાથી માહિતી બહાર આવતા બાળકોમાંથી એક બાળકનો મોબાઇલ સાથે હતો. ત્યારે તેમની ટેકનિકલ સર્વેલન્સ આધારે ગુમ થનાર ચારેય બાળકો ભુસાવલ એકક્ષપ્રેસ ટેઇનમાં હોવાથી શક્યતા હોય જેથી નંદુબાર લોકલ કાઇમ બ્રાન્ચની સાથે સતત સંકલનમાં રહેતા તેઓ હારા ભુસાવલ સ્ટેશન ખાતે પોલીસનો સંપર્ક કરતા ગુમ થનાર યારેય બાળકોને ભુસાવલ ખાતે ટ્રેઇનમાથી ઉતરતા ભુસાવલ રેલ્વે પોલીસ નાએ તેઓને શોધી કાઢવામાં આવ્યા હતા.

આમ, પ્રજાની હિતાકારી માટે ગણતરીના કલાકોમાં ગુમ થનાર બાળકોને ટેકનીકલ સર્વેલન્સ અને આંતરરાજ્ય પોલીસ સાથે સંકલન કેળવી કુનેહપુર્વક શોધી કાઢવામાં ડુમ્મસ પોલીસને સફળતા મળેલ છે.