સુરત શહેરમાં ઇનકમટેક્ષના સામુહિક દરોડા આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે. જે મોટા પાયે આઇટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ક્રેડાઈના પૂર્વ પ્રમુખ અને પાટીદાર આગેવાન વેલજી શેટા આઇટીના સકંજામાં આવ્યા છે. વેલજી શેટાના સંગીની ગ્રૂપ પર સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે. અરિહંત જવેલર્સના મહાવીર જૈનને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ફાઈનાન્સર મહેન્દ્ર ચંપક, કિરણ સંઘવી અને અશેષ શાહને ત્યાં પણ સર્ચ ઓપરેશનની કામગીરી ચાલુ છે.

બિલ્ડર અને ફાઇનાનસરોના ઘરે તેમજ ઓફીસ મળી કુલ 40 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે. જેમાં સુરત, અમદાવાદ અને વડોદરાના આઇટી અધિકારી અને ટીમ આ કામગીરીમાં જોડાઈ છે. જો કે આ સર્ચ ઓપરેશન હજુ પણ લાંબા સમય સુધી ચાલે તેવી શકયતા જણાઈ રહી છે. કરોડોની બેનામી આવક અને બેનામી વ્યવહાર મળે તેવી આઇટી વિભાગને અપેક્ષા જણાઈ રહી છે.

સુરતમાં લગભગ 30 જેટલા સ્થળોએ IT વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. આ તપાસને અંતે બેનામી વ્યવહારો ઝડપાય તેવી આશંકાઓ છે. સુરત શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં IT વિભાગની 10 થી વધુ ટીમો આ સર્ચ ઓપરેશનમાં લાગી છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા બિલ્ડરોને ત્યા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે.

નોંધનીય છે કે, વર્ષ 2017માં જ્યારથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ થયો, ત્યારથી ગુજરાતના અનેક મોટા ઔદ્યોગિક ગ્રુપો પર GST વિભાગે દરોડા પાડીને કરોડોની કરચોરી ઝડપી પાડી છે.