સુરતનો લેક વ્યુ ગાર્ડન ફરી ખીલી ઉઠશે. પીપલોદ સ્થિત લેક વ્યુ ગાર્ડનમાં ફરી નૌકાવિહાર શરૂ થશે. લેક વ્યુ ગાર્ડનમાં નૌકાવિહારની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સુરત ડુમસ રોડ પર પીપલોદ પર આવેલા લેક વ્યૂ ગાર્ડનમાં બોટિંગની વ્યવસ્થા શરૂ કરવા માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા છે. પાંચ વર્ષના કોન્ટ્રાકટથી મનપાને 22 લાખથી વધુની રોયલ્ટી થકી આવક મળશે. બે વર્ષથી લેક વ્યુ ગાર્ડનમાં બોટિંગ સેવા બંધ કરવામાં આવી છે.

રી ડેવલોપમેન્ટ હેઠળ લેક્વ્યું ગાર્ડનનું કામ ચાલી રહ્યું હતું. વરસાદમાં લેક વ્યુ ગાર્ડનું તળાવ ભરાઈ ગયા બાદ બોટિંગ સેવા શરૂ કરવામાં આવશે.૫ વર્ષે સુરત મહાનગર પાલિકાને લેક વ્યૂ ગાર્ડનમાં બોટિંગની એક્ટિવિટીથી ૨૨.૭૧ લાખની આવક થશે.

બોટીંગ સુવિધા માટે અગાઉ ત્રણવાર ટેન્ડર બહાર પડાયા હતા પણ કોઇ એજન્સીએ રસ દાખવ્યો નહોતો. હાલમાં ઓફર આવી તેમા અન્ય એક એજન્સી હાઈડ્રો ડાયવર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા રૃ. 1.48 લાખની વાષક ઓફર આપી હતી. બે વર્ષ પછી લેક વ્યૂમાં બોટિંગની સુવિદ્યા શરૂ થશે. શહેરના અન્ય લેક ગાર્ડનોમાં પણ બોટિંગની સુવિદ્યા શરૂ કરવા આયોજનો થઇ રહ્યા છે.