રાજ્યમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ૧૫ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે જે ચિંતા વધારનાર છે. કેમકે કોરોનાનું સંક્રમણ સતત વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાતના શહેરોમાં અને ગામડાઓમાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. તેની સાથે સુરતમાં પણ કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે.

સુરતમાં કોરોનાની રફતાર યથાવત જોવા મળી રહી છે. જ્યારે રાંદેર ઝોનમાં કોરોના બેકાબુ બન્યો છે. સુરતમાં 3318 કેસો નોંધાયા છે. જ્યારે જિલ્લામાં 654 મળી 3972 કેસો નોંધાયા છે. પરંતુ તેની સાથે સુરતમાં વેક્સીનેશનનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. જ્યારે હવે સુરત શહેરમાં વેક્સીન લીધેલ છે તે દર્દી અને નથી લીધે તેને લઈને તફાવત બતાવવામાં આવ્યો છે.

સુરતમાં કોરોનાના કારણે થયેલ મોત..

– 1 જાન્યુઆરી થી આજ દિન સુધી કુલ 11 લોકોના મોત થયા છે.
– 11 લોકોમાં 4 લોકો દ્વારા બંને વેકસીન ના ડોઝ લીધા હતા.
– 2 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો બીજો ડોઝ લેવાનો બાકી હતો.
– જ્યારે 5 લોકો એ વેકસીનનો એક પણ ડોઝ લીધો નહોતો.

સુરત સારવાર હેઠળ દર્દીઓ વિગત..

– હાલમાં સુરતમાં કુલ 406 દર્દીઓ સારવાર હેઠળ રહેલા છે.
– 406 માં 2 ડોઝ વેકશીન લીધી હોય તેવા 99 લોકો છે.
– 1 ડોઝ વેકશીન નો લેનાર 274 લોકો છે.
– જ્યારે મહત્વની વાત એ છે કે એક પણ ડોઝ ન લેનાર 26 લોકો છે જેમાં તમામ દર્દીઓ ક્રિટિકલ હાલતમાં રહેલા છે.
આ આંકડાઓ સ્પષ્ટ છે કે, કોરોનાને હરાવવા માટે કોરોનાની વેક્સીન અસરકારક જોવા મળી રહી છે. કેમકે વેક્સીન લેનાર વધુ કોરોના ઈફેક્ટ કરી રહ્યો છે. જેના લીધે કોરોના રસી લેવી જરૂરી છે.