સુરત પોલીસ કમિશનરનું દુષ્કર્મ કેસ અંગે આહવાન, આરોપી અને પોલીસની કામગીરી અંગે આપ્યું મોટું નિવેદન

સુરત હજીરામાં પાંચ વર્ષની બાળકી જોડે બનેલી રેપ વિથ મર્ડરની ઘટનામાં ચુકાદા અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી છે, જેને લઈને પોલીસ કમિશ્નરનું નિવેદન સામે આવ્યું છે. આવા કેસોની પુરાવા એકત્ર કરવા પોલીસ માટે ખૂબ જ પડકારરૂપ હોય છે. અગાઉના બે કેસોમાં કેપિટલ પુનિશમેન્ટ થઈ છે. હજીરા કેસમાં આરોપીએ આજીવન કેદની સજા ફટકારી ચુકાદો આપ્યો છે. મૃતક બાળકીના પરિવારને રૂપિયા 20 લાખ નું વલતરનો આદેશ કરવામાં આવ્યો છે.
આ સુરતમાં માસૂમ બાળકીઓ જોડે બનેલી દુષ્કર્મ અને હત્યા કેસમાં પોલીસની સરાહનીય કામગીરી છે. ચાર ગુનામાં પોલીસ મથકના પીઆઇ સહિત સ્ટાફની કામગીરીના પગલે તમામને સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. બાળકીને શોધી કાઢવી અને તાત્કાલિક આરોપીને શોધી કાઢવા પોલીસ માટે પડકારજનક હોય છે. આવા કિસ્સાઓમાં મેડિકલ પુરાવા સહિતના પુરાવા ભેગા કરી સુરત કોર્ટમાં રજૂ કરવાનું હોય છે. જ્યાં શહેરના ચાર પોલીસ મથકના પીઆઇ સહિત સ્ટાફ દ્વારા આવા કિસ્સાઓમાં ખૂબ જ ઉમદા કામગીરી કરી છે. જે માટે આવા સ્ટાફ અને પીઆઈને સન્માન કરવામાં આવી રહયું છે.
સુરત હજીરા વિસ્તારમાં બનેલી બાળકી રેપ હત્યા મામલો સામે આવ્યો હતો. આ આરોપી સુજીત સાંકેત ઉંમર વર્ષ – 27 મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે. આ ઘટના 30 એપ્રિલના રોજ બની હતી. 5 વર્ષની બાળકી સાથે સુષ્ટિ વિરોધ કૃત્ય કરી હત્યા કરવામાં આવી હતી. જે આરોપી બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ ગયો હતો. જેને લઈને અલગ અલગ 26 સાક્ષીઓની તપાસ કોર્ટમાં કરવામાં આવી છે. આ માટે 53 જેટલા દસ્તાવેજી પુરાવવા રજૂ કરવામાં આવ્યા હતા.
આજથી સાત-આઠ મહીના પહેલાં બનેલી આ ઘટનામાં આરોપી સુજીત મુન્નીલાલ સાકેત બદકામ કરવાના ઈરાદે 5 વર્ષ ની માસૂમ બાળકી ને પોતાની સાથે લઈ ગયો હતો.આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે રેપ બાદ માં સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છુટયો હતો.જેથી ભોગ બનનાર બાળકીના વાલીએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી સુજીત સાકેતની પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.
આ કેસમાં પોલીસ ગણતરીના કલાકોમાં આરોપી સુજીતની ધરપકડ કરી હતી 27 વર્ષીય આરોપી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. આ કેસમાં કુલ 26 સાક્ષીઓની તપાસ કોર્ટમાં કરવામાં આવી હતી એટલું જ નહિ પણ સુરત પોલીસ દવારા 53 જેટલા મજબૂત દસ્તાવેજ પુરાવા રજૂ કરવામાં હતા.