સુરતમાં કાપડ ઉપર 12 ટકા gst મામલે વેપારીઓની વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. આજે સાઉથ ગુજ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શિત કરશે. જે ટેક્સટાઇલ વેપારીઓ કાળી પટ્ટી પહેરી વિરોધ કરશે. જ્યારે ટેક્સટાઇલ યુવા બ્રિગેડ દ્વારા નાણામંત્રી ને પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન શરૂ કરાશે. સુરતના સાંસદ અને કેન્દ્રીય રાજયકક્ષાના ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોષ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ની સાથે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામન ને કરેલી રજૂઆતો નો યોગ્ય પ્રતિસાદ નહીં મળતા ચળવળ શરૂ થઈ છે.

જો કે સુરતમાં જીએસટીને લઈને ટેક્સટાઈલ ઉદ્યોગમાં પહેલાથી જ રોષ જોવા મળ્યો હતો. જીએસટી લાગુ થયાના શરૂઆતમાં જ વેપારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરીને રજૂઆતો કરવામાં આવી હતી. ફરી એક વખતે GST કાઉન્સિલ દ્વારા કપડા ઉપર 12 ટકા જીએસટી લાગુ કરવાના નિર્ણયને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવે આ મામલે ટેક્ષટાઈલ્સ યુવા બ્રિગેડ દ્વારા સરકારને એક સપ્તાહનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.

ટેક્સટાઈલ માર્કેટના સૂત્રોનું કહેવું છે કે ભારતમાં 85 ટકાથી વધુ પ્રજા 1000 રૂપિયાથી ઓછી કિંમતના વસ્ત્રો પહેરે છે. ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરને પરિણામે સરકારની તિજોરીઓમાં વેપારીના પડી રહેતી ટેક્સ ક્રેડિટના પૈસા પાછા ન આપવા પડે તે માટે સરકાર આ ટેક્સ વધારવા માગે છે.