દેશનું પબ્લિક સેક્ટરનું સૌથી ઊંચું ભવન સુરતમાં બનાવવામાં આવશે. સુરત મનપાના 28 માળના ટ્વીન ટાવરનું નવું ભવન બનાવવામાં આવશે. સબજેલ વાળી જગ્યા પર પાલિકાના મુખ્ય વહીવટી ભવન બનશે. વહીવટી ભવન બનાવવા સ્ટેટ ટેક્નિકલ કમિટીએ નવી ડિઝાઇનને મંજૂરી આપી છે. આ અંગે શુક્રવારે પાલિકા અને એસટીસીની બેઠક મળી હતી.

આ ટ્વિન ટાવરમાં 105 મી હાઇટના 74 મીટરની ઉંચાઇ એસ્કીપ ફ્લોર ઓપન રાખવામાં આવશે. જેથી આગ જેવી ઘટનામાં બધાં એક જગ્યાએ ભેગા થઇ શકશે. જો કે આ ડિઝાઈનમાં પરિવર્તનથી પ્રોજેક્ટની કોસ્ટ ઘણી વધી ગઈ હોવાનું જણવવામાં આવી રહ્યું છે. પાલિકાને નવા વહીવટી ભવન બનાવવામાં 1 હજાર કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ અગાઉ જાહેર કરવામાં આવેલ બાંધકામ સમિતિની બેઠકમાં અધ્યક્ષ રોહિણી પાટિલે 898.91 કરોડ રૂપિયાના અંદાજને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે હવે આમાં વધારો થઇ શકે છે. ડિઝાઈનમાં પરિવર્તનથી પ્રોજેક્ટ કોસ્ટ વધતા પાલિકાને નવા વહીવટી ભવન બનાવવામાં 1 હજાર કરોડથી વધુનો ખર્ચ થશે.

સુચિત ઈમારત દક્ષિણ ગુજરાત પ્રદેશની સૌથી ઉંચી ઈમારત હશે અને દેશની સૌથી ઉંચી સિટી ઈમારતમાંની એક હશે. બેઝમેન્ટ-1 માં વિઝીટર્સના પાર્કિંગ રાખવામાં આવશે. સ્ટાફ વિઝીટર્સના પાર્કિંગ માટે ગ્રાઉન્ડથી નીચે 4 લેવલ બેઝમેન્ટ રાખવામાં આવશે.