ગુજરાત છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે. ત્યારે આજે વધુ એક કેસ સામે આવ્યો છે.

વરાછામાં લકઝરી બસ ચોરાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જે ક્લીનર બસ પાર્કિંગની દીવાલ તોડી લકઝરી બસ લઈ નાસી ગયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે આ મામલે પોલીસે તપાસ કરતા સુરતથી ભાગી અને ઉચ્છલ પહોંચેલો ક્લીનર બસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જો કે આ ક્લીનર અઠવાડિયા પહેલા જ નોકરીએ લાગ્યો હતો. જે ક્લીનર આ ચોરેલી લકઝરી બસ મહારાષ્ટ્રના ધૂળિયા કે માલેગાંવ માં વેચવાનો હતો. ત્યારે વરાછા પોલીસે આ આરોપી ક્લીનરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં દિવસે ને દિવસે છેતરપિંડી અને લૂંટની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના કાળ દરમિયાન અનેક લોકો બેકાર બન્યા છે જેના કારણે ચોરીનું પ્રમાણ પણ વધ્યું છે. કોરોનાકાળમાં અનેક લોકોની નોકરીઓ છૂટી જતા. ધંધો ન રહેતા લોકો ગુનાખોરીના માર્ગે વધ્યા છે. આ કારણોસર સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે.

જો કે રાજ્યમાં સતત ક્રાઈમની ઘટના બનતા સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરી રહી છે, શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનિક સ્થિતિ કથળી રહી છે.