બનાસકાંઠામાં કોરોના દરમિયાન માસ્ક ખરીદીમાં લાખોનું કૌભાંડનું બિલ પાસ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે માર્કેટમાં 50 થી 100 રૂપિયામાં મળતા માસ્ક 275 રૂપિયે મોટા પ્રમાણમાં ખરીદવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડ ધાનેરા હેલ્થ ઓફિસનું બિલ સામે આવતા બહાર આવ્યું છે. આ બિલમાં 275 ના ભાવ થી 1800 માસ્ક ખરીદવામાં આવ્યા છે.

જો કે માસ્ક ખરીદી માટે પૂર્વ આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીએ GeM ના પાસવર્ડ લઈ, માસ્ક ખરીદી માટે તેના પોતાના મળતિયાને જ ઓર્ડર આપ્યો હતો. જો કે આ મામલે માત્ર ધાનેરા જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાની સરકારી હોસ્પિટલમાં માસ્કનું મોટું કૌભાંડ થયું હતું. ધાનેરામાં માસ્ક કૌભાંડ થતા તે સમયના THO એ આ મામલે વિરોધ કર્યો હતો, જો કે THO વિરોધ કરતા ડો. ફેન્સીએ તેમની બદલી કરી હતી. ત્યારે આ માસ્ક કૌભાંડ મામલે બનાસકાંઠાના પૂર્વ આરોગ્ય અધિકારીની ખરીદી કૌભાંડની તપાસ કરવાની માંગ ઉઠી રહી છે.