છેલ્લા કેટલાય સમયથી આપણા દેશના યુવાધનને વિદેશમાં અભ્યાસ કરવાનું તેમજ વિદેશમાં ડોલર તેમજ પાઉન્ડમાં કમાણી કરવાની ઘેલછા જાગી છે. જેના માટે લોકો શોર્ટકટ રસ્તો અપનાવતા પણ થઈ ગયા છે. ત્યારે રાજકોટમાં નકલી માર્કશીટ અને ડિગ્રીનો મામલો સામે આવ્યો છે.

રાજકોટ પોલીસ દ્વારા નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને નકલી માર્કશીટ વેચવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. મેઘાલય અને આગ્રા યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી વેચવાના કૌભાંડમાં ત્રણ લોકો ઝડપાયા છે. પોલીસની ટીમ દ્વારા આ મામલે એક યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ નકલી માર્કશીટ અને ડિગ્રી કૌભાંડનો મામલો સામે આવ્યો છે. વિદેશ જવા પી આર સ્કોર વધારવા નકલી માર્કશીટ નો ઉપયોગ થતો હતો. મુખ્ય સૂત્રધાર દિલ્હીનો પ્રકાશ યાદવ અને અમદાવાદ ના વસ્ત્રાલ દર્શન કોટક ના નામ ખૂલ્યા છે.

રાજકોટમાં નકલી માર્કશીટ કૌભાંડનો મુખ્ય સુત્રધાર દર્શન કોટક ઝડપાયો છે. નકલી માર્કશીટ કંઈ રીતે તૈયાર થતી તેની તપાસ થશે. દર્શન કમલેશ કોટક અમદાવાદ ઓઢવ ની શક્તિ વિજય સોસાયટી માં રહે છે. રાજકોટ માંથી ઝડપાયેલા પારસ ખજુરિયાએ દર્શન પાસેથી માર્કશીટ ખરીદેલ હતી.રાજકોટ માં નકલી માર્કશીટ અને ડિગ્રી કૌભાંડ મામલે, અમદાવાદનો દર્શન કોટક રિમાન્ડ પર લેવાયો છે. દિલ્હી નોએડા નો શખ્સોના નામ ખૂલ્યા છે. આ બંને શખ્સોને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. વ્હોટ્સએપમાં વિગત મોકલતા નોયડાથી બોગસ ડિગ્રી આવી જતી હતી.

દર્શન કોટક પોતે લોકોને વિદેશ મોકલી આપવાના કામ સાથે સંકળાયેલો હોવાથી તેને આરામથી ગ્રાહકો મળી રહેતા હતા. રાજકોટ શહેર પોલીસ દ્વારા નકલી માર્કશીટ તેમજ ડિગ્રી કૌભાંડ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પોલીસે ધર્મિષ્ઠા માકડીયા, દિલ્હીના પ્રદીપ યાદવ, માલતી હસમુખ ત્રિવેદી, મૌલિક ઘનેશજસાણી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પેરોલ ફ્લો સ્કવોડના પીએસઆઈ અંસારી અને સ્ટાફે બાતમી આધારે કાર્યવાહી કરી હતી. ધર્મિષ્ઠા માકડીયા અને પારસ ખજુરિયા બે દિવસ ના રીમાંડ પાર રાખવામાં આવ્યા છે.

આ લોકો 70 હજારથી લઈને 1.25 લાખ રૂપિયા લઈને નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને નકલી માર્કશીટ બનાવી આપતા હતા. આ લોકો ચાર યુનિવર્સિટીની નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવી આપતા હોવાનું તપાસ બહાર આવ્યું છે.