નાનપણથી જ કલેકટર બનવાની ઈચ્છા ધરાવતી ફ્લોરા આસોડિયાને નાની જ ઉંમરમાં બ્રેઇન ટ્યુમરની બીમારી થઈ છે. માત્ર ૧૧ વર્ષની ફ્લોરા જે ધોરણ સાતમાં અભ્યાસ કરતી અને ભણવામાં ખૂબ જ હોશિયાર અને હંમેશા આઇ.એ.એસ કરીને કલેકટર બનવાનું સપનું હતું. પરંતુ 7 મહિના પહેલા જ તેને બ્રેઈન ટ્યુમર થયું હતું અને તેની હાય ટ્રીટમેન્ટ ચાલી રહી છે, ત્યારે આવી બીમારીમાં ફ્લોરાને સતત એક જ સવાલ સતાવતો રહ્યો કે આવી તબિયતે હું શું કલેક્ટર બની શકીશ ત્યારે ફ્લોરાના પિતા અપૂર્વભાઈ એ મેક વિશ foundation નો સંપર્ક કર્યો અને આ માસૂમ દીકરીનું સ્વપ્ન સાકાર થાય તે માટે મેં કવિશ કલેકટર સાહેબને આખી પરિસ્થિતિનો સિતાર આપવામાં આવ્યો હતો, ત્યારબાદ કલેક્ટરે ખૂબ જ સંવેદના દર્શાવી અને ફ્લોરાનું સ્વપ્ન સાકાર થાય તે માટે એક દિવસની કલેકટર બનાવી.

ત્યારે આજે ફ્લોરા કલેકટરની ખુરશીમાં બેઠી છે, ભલે અત્યારે આ બીમારી સામે લડકી હોય પરંતુ લડત સામે દીકરી જીત મેળવશે, તેવો વિશ્વાસ કલેકટર સહિત તમામ લોકો દર્શાવી રહ્યા છે. જો કે 25મી સપ્ટેમ્બરે ફ્લોરાનો બર્થ ડેની ઉજવણી પણ કલેકટર કચેરીમાં જ કરવામાં આવી અને તેને ભેટ અને સોગાત પણ આપવામાં આવી છે.

આજે અમદાવાદમાં જિલ્લા કલેક્ટર કચેરીની ખુરશી પર બેસીને માત્ર 11 વર્ષની દિકરીએ કામગીરી સંભાળી હતી. ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ સરકારી યોજના લાભાર્થીઓના પ્રમાણપત્ર પણ વિતરણ કર્યા હતાં. એક દિવસ માટે કલેક્ટરની ખુરશી પર બેઠેલી ફ્લોરાનું સ્વાગત એક આઈએએસ ઓફિસર ડ્યુટી જોઈન કરે ત્યારે જે રીતે થાય એ રીતે જ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરના સરઘાસણના રહેવાસી અપૂર્વ શાહની દીકરી ફ્લોરાને 7 મહિના પહેલા બ્રેઈન ટ્યુમરની બીમારી થતાં ઓપરેશન કરાવ્યું હતું.ફ્લોરા નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી.

ફ્લોરાની એક દિવસના કલેકટર બનાવવાની વાતને લઈ કલેકટર કચેરીના કર્મચારીઓ પણ કચેરીની બહાર મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જેમ મોટા અધિકારી કોઈ ઓફિસમાં પહોંચે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવે એ જ રીતે ફ્લોરનું પણ બુકેથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કલેકટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ફ્લોરાએ વિધવા બહેનોને સહાય, વ્હાલી દીકરી યોજનાના, વગેરેના પ્રમાણપત્ર લાભાર્થીઓને આપ્યા હતાં.

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે, NGO મારફતે આ દીકરીની કલેક્ટર બનવા અંગેની વિગત મળી. જે બાબતે કચેરી મારફતે ખરાઈ કરી તેની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો.