વાહનચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. એક વાર ફરી દાજ્યા પર દામ સમાન જેવી વાહનચાલકોની સ્થિતિ રહેલી છે. સતત ચોથી વાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. જ્યારે વિધાનસભાની ચુંટણી બાદ સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવા લાગ્યો છે. આ નવો ભાવ વધારો આજ સવારના 6 વાગ્યાથી લાગૂ થયો છે.

આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના 98.31 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 92.43 પૈસા પ્રતિ લીટર પહોંચ્યો છે. સતત પેટ્રોલ ડીઝલના ભાવથી વાહનચાલકોની વધી મુશ્કેલી છે. તેના લીધે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ખુબ જ વધારો થયો છે. તે કારણોસર અત્યારે ડીઝલ કંપનીઓને ડીઝલ 115 રૂપિયા પ્રતિ લિટર પડી રહ્યું છે. તેની સાથે પેટ્રોલ પણ મોંઘા ભાવે પડી રહ્યું છે.