અમદાવાદમાં દર વર્ષે યોજાતા ફ્લાવર શોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 8 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહેલા રિવરફ્રન્ટ ફ્લાવર માં આ વખતે વિશેષ આકર્ષણ હશે. કેમ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેને લઈને ધૂમ તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.

 

આ વખતે ફ્લાવર શોમાં 900 જાતના 7 લાખ રોપાઓ મુકવામાં આવશે. હેલ્થ અને સ્પોર્ટ્સ થીમ પર ફ્લાવર શો હશે. વેક્સિનની સિરિઝ બનાવવા માટે મેનિકવિન્સ ફૂલોનો ઉપયોગ થશે. આ વર્ષની થીમ આકર્ષણનું કેન્દ્ર હશે .

 

અમદાવાદ કોર્પોરેશન દ્વારા આયોજિત ફ્લાવર-શો સૌથી વધુ પ્રખ્યાત છે, જેમાં ગત વખતે અંદાજિત 10 લાખ જેટલા મુલાકાતી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે ટિકિટના દર રૂ. 20 અને રૂ. 30 ચાલતા હતા જેથી લોકોના રિસ્પોન્સને જોઈને ટિકિટના ભાવ વધારવામાં આવે તેવી શકયતા રહેલી છે. લોકો પણ આ ફલાવત-શોની અચૂક લેતા હોય છે, જેથી રૂ.20નો વધારો થાય તેવી શક્યતા પણ છેવાઈ બ્ર્હી છે. એટલે કે, રૂ. 50 સુધી ટિકિટના ભાવ વધે તેવી શકયતા પણ છે.