કોરોનાની બીજી ઘાતક લહેર શાંત થયા બાદ રાજય સરકાર દ્વારા ધીમે ધીકે તબક્કા વાર છૂટછાટો આપવામાં આવી હતી. જેમાં શાળા કોલેજો પણ ઓફલાઈન શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ ગુજરાતમાં ધો. 6થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ છે ત્યારે ધો.1થી 5 શરૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરવાને લઇને સરકારે તૈયારીઓ શરૂ કરી છે.આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજ્ય સરકાર દ્રારા શિક્ષણ વિભાગના અગ્રણીઓ, સચિવ અને આરોગ્ય વિભાગ તથા મનોચિકિત્સકને સાથે રાખીને કમિટીની રચના કરશે. કમિટીના રિપોર્ટ બાદ શાળાઓ શરૂ કરવાને લઇને નિર્ણય લેવાશે. દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાની રાજ્ય સરકારની તૈયારી છે.

દિવાળી બાદ રાજ્યમાં ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરવાના મુડમાં સરકાર જોવા મળી રહી છે. રાજ્ય સરકારે અભ્યાસ માટે કમિટી બનાવી છે.
શિક્ષકોને પણ ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરતાં પહેલાં તાલીમ અપાશે.