GSSSB દ્વારા રવિવારના લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું હિંમતનગર તાલુકામાં થી પેપર લીક થયાનો મામલો સામે આવતા રાજકારણ ગરમાવો આવી ગયો છે. જ્યારે આ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સને કરીને મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. તેની સાથે સરકાર દ્વારા પેપર લીક થયાના મામલાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 406, 420, 409, 120 મુજબ ગુનો દાખલ કરાયો છે. જેમાં મુખ્ય શંકાસ્પદ આરોપીએ પેપર લીક, સોલ્વ કર્યુ છે. તથા પ્રાથમિક તપાસમાં 11 લોકોના નામ સામે આવ્યા છે. જેમાં તપાસ માટે પોલીસની 24 ટીમ બનાવાઈ છે. તેમાં દાખલારૂપ કાર્યવાહી કરાશે તેમ પણ હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

જ્યારે સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, 1 આચાર્ય સહિત 4 શિક્ષકોની પેપર લીક કાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠાની 1 સ્ફુલ ના આચાર્ય ની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આચાર્ય એ 4 લાખ માં પેપર ખરીદ્યું હોવાની ચર્ચા સામે આવી રહી છે.
આ પેપર લીક ખાનગી પ્રેસમાંથી લીક થયાની પ્રબળ સંભાવના જણાવવામાં આવી રહી છે. જો કે આ પેપર ખાનગી પ્રેસમાં છપાયું હતું. જે અન્ય રાજ્યની ખાનગી પ્રેસમાં પેપર છપાયું હતું. ત્યારે આ ખાનગી પ્રેસ સાથે સંકળાયેલા લોકોના નિવેદન લેવામાં આવશે. બિન સચિવાલય પરીક્ષાનું લીક થયેલું પેપર પણ ખાનગી પ્રેસમાં છપાયું હતું.

હાલમાં બિન સચિવાલય પેપર લીકની મોડસ ઓપરેન્ડીની થિયરી પર પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. અન્ય રાજ્યના કનેક્શન અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. જો કે સૂત્ર પરથી જાણવા મળી રહ્યું છે કે આ પેપર બેંગ્લોરની પ્રેસમાં પેપર છપાયું હતું.

જો કે આ હેડ ક્લાર્કના પેપર લીક લઈને યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ લગાવતા માણસાની શાળાનો ઉલ્લેખ કર્યો હતો. પેપર ખરીદનાર ઉમેદવારોએ માણસાની સ્કૂલમાં પરીક્ષા આપી હતી. આ શાળાએ સીસીટીવીની તપાસ કરી છે. જેની પ્રાથમિક તપાસમાં શાળાને કઇ શંકાસ્પદ જણાયું નહોતું. ત્યારે આ મામલે 6 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.