રાજકોટ સરધાર નજીક પથ્થર ના ધા મારી હત્યાનો મામલો હાલ ચર્ચામાં છે. જેમાં જમીનના ભાગને લઈને આદિવાસી પિતા-પુત્ર પર પથ્થરના ઘા ઝીંકી યુવાન અને પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આદિવાસી યુવાનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયા બાદ આજે બીજા દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

આજે આ હુમલામાં સારવાર લઇ રહેલ બાળકનું પણ મોત નીપજ્યું છે. જેના કારણે બનાવ ડબલ હત્યામાં પલટાઈ ગયો છે. વતનમાં ચાલતી જમીન સેઠા ની તકરાર માં રાજકોટ રહેલા પિતરાઈ હત્યા કરી હતી ત્યાર બાદ કાકાના બન્ને દીકરાની પોલીસ ધરપકડ કરી લેવામાં આવી હતી.

નોંધનીય છે કે, બે દિવસ પહેલા સરધાર વાડીમાં રહેનાર મહોબતસીંગ શીંગાળ અને તેમનો બે વર્ષનો પુત્ર સચીન તા. 10 જાન્યુઆરી ના રોજ સાંજે સરધારથી સાયકલ પર વાડી તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન પિતા-પુત્રને રોકીને માથા પર પથ્થરના ઘા મારવામાં આવતા વીરસીંગનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

આ મામલામાં આજીડેમ પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્ની જાનુબેન વિરસીંગ શીંગાળ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલામા પોલીસ દ્વારા મૃતકના પિતરાઇ ભાઇ કલમસીંગ ઉર્ફે કમલેશ ગુલામસિંહ શીંગાળ, રમલેશ ઉર્ફે રમેશ શંકરભાઇ શીંગાળની ધરપકડ કરવામાં આવી છે.