ખાદ્યતેલોમાં સીંગતેલ અને કપાસિયાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. જે ગૃહણીની ચિંતા સતત વધારો કરી રહ્યા છે. કેમ કે એક તરફ પેટ્રોલ-ડીઝલના પ્રાઈસ લોકોને રોવડાવી રહ્યા છે ત્યાં બીજી તરફ ખાદ્યતેલોના ભાવ વધી રહ્યા છે. ખાદ્યતેલોમાં સીંગતેલમાં આજે પણ ભાવ વધારો યથાવત રહેતા તેમાં વધારો થયો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ સિંગતેલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. ફરી સિંગતેલના ડબ્બો 2800 ની સપાટીએ પહોંચ્યો છે. સિંગતેલના ભાવમાં ડબે રૂપિયા 10 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલનો ડબ્બો 2810 રૂપિયા પહોંચ્યો છે.

તેની સાથે દર વર્ષે સાતમ આઠમ ના તહેવાર પહેલા તેલના ભાવો ભડકે બળે છે. તો કપાસિયા તેલમાં પણ 10 રૂપિયાના વધારા સાથે ડબ્બાનો ભાવ 2510 થયો છે. જ્યારે તો ઈન્ડોનેશિયા થી મોટા પ્રમાણમાં પામતેલની આયાતને લઈને પામતેલનો ડબ્બો 1920 રૂપિયા થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં પામતેલમાં 500 થી 600 રૂપિયાનું ઘટાડો થયો છે.