રાજકોટ સહિત સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝામૂકી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પુરવઠા વિભાગની નિષ્ક્રિયતા અને ઓઈલ મિલરો બેફામ બનતા તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

સિંગતેલના ભાવમાં 2400થી વધી 2420 થઈ ગયા છે. જ્યારે કપાસિયા તેલના ભાવ 1900 ની આસપાસ પહોંચ્યા છે. પેટ્રોલ ડીઝલ, ગેસ સિલિન્ડર બાદ હવે તેલના ભાવે સામાન્ય, મધ્યમ લોકોનું બજેટ ખોરવ્યુ છે.