સુરત જિલ્લાના સહકારી સંસ્થાઓમાં ખળભળાટ મચી ગયો છે. પ્રદેશ ભાજપ મોવડી મંડળ એ સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓમાં ભાજપના હોદ્દેદારોની વિગતો મંગાવી છે. એક પદ એક હોદ્દા ને લઈને વિગતો મંગાવતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. સુરત જિલ્લાની આઠ સુગર ફેક્ટરીઓ અને અને કો-ઓપરેટિવ બેંકમાં ભાજપના પદાધિકારીઓ ધારાસભ્યો હોદ્દેદાર છે.

તેમાં પણ ખાસ કરીને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ sandeep desai સુરત એપીએમસીના ઉપ પ્રમુખ છે સુરત ડિસટીક બેન્ક ના ઉપપ્રમુખ છે સુમુલ ડેરીમાં ડીરેક્ટર છે. જ્યારે સુમુલ ડેરીના ચેરમેન માનસીહ પટેલ મહુવા સુગર ફેક્ટરી અને મહુવા એપીએમસીના પણ પ્રમુખ છે.

સુરત જિલ્લા પંચાયત  પ્રમુખ ભાવેશ પટેલ બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ છે. સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ કેતન પટેલ ચલથાણ સુગર ફેક્ટરીના પ્રમુખ છે નેશનલ ફેડરેશનના પ્રમુખ છે અને ખાંડ ઉદ્યોગ સંઘના પણ ઉપપ્રમુખ છે. આ ઉપરાંત ભાજપના અનેક હોદ્દેદારો પદાધિકારીઓ જુદી જુદી સહકારી સંસ્થાઓમાં ડિરેક્ટર પણ છે. જુનાગઢ ની ઘટના બાદ ભાજપ મોવડી મંડળ સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાઓની સહકારી સંસ્થાઓમાં ભાજપ ના કયા પદાધિકારીઓ હોદ્દો ધરાવે છે તેની વિગતો મંગાવી છે.