ધો.૧૨ની સ્કૂલો બાદ હવે ધો.૯થી૧૧ની સ્કૂલો પણ ઓફલાઈન શિક્ષણ માટે ૨૬મી જુલાઈથી શરૃ થશે. રાજ્યમાં સોમવારથી ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થશે. ધો. ૯ થી ૧૧ના ઓફલાઈન વર્ગોનો પ્રારંભ થશે. લાંબા સમય બાદ શાળા શરૂ થતી હોવાથી સ્કુલોના વર્ગોને સેનેટાઈઝ કરાવાનું શરૂ કર્યું છે. ૫૦ ટકા કેપીસીટી સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારે આજે અમદાવાદની સ્કૂલોમાં સેનેટરાઈઝ કરવામાં આવ્યું છે.

ગુજરાતની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને કલાસરૂમ શિક્ષણ માટે મંજૂરી આપવામા આવી છે. ગુજરાતમાં કોરોનાના નહિવત કેસો નોંધાતા હવે ઘણી સામન્ય બની ગઈ છે અને તમામ પ્રવૃત્તિઓ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે ત્યારે સરકારે ૧૫મી જુલાઈથી રાજ્યમાં ધો.૧૨ની સ્કૂલો અને કોલેજો શરૂ કરી દીધી છે. ધો.૧૨ના વર્ગો અને કોલેજોના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણની મંજૂરી અપાયા બાદ સરકારે આજે ધો.૯થી૧૧ની સ્કૂલોમાં પણ કલાસરૂમ શિક્ષણ માટે મંજૂરી આપી દીધી છે.

પરંતુ ધો.૯થી૧૧ની સ્કૂલોમાં પણ હવે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થતા સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધશે અને જેથી સ્કૂલોની જવાબદારી ત્રીજી લહેરના ભણકારા વચ્ચે વધશે. છેલ્લા ઘણા દિવસોથી સ્કૂલો સંચાલકો સ્કૂલો શરૂ કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા હતા ત્યારે આજે અંતે સરકારે ૨૬મી જુલાઈથી ૯થી૧૧ના વર્ગો પણ શરૂ કરી દેવાની મંજૂરી આપી દીધી છે.