આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે આજે સવારે 8 વાગ્યા પહેલા જ બોર્ડની વેબસાઇટ પર પરિણામ મૂકી દેવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓ હવે આ પરિણામ જોઈ શકશે. જે ધોરણ 12 સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જોઈ શકે છે. વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પરિણામની પ્રિન્ટ પણ કાઢી શકાશે. વિધાર્થીઓનું પરિણામ સારું આવતા તેમના માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે પરીક્ષા આપનારા કુલ 86.91 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણામ 4 % વધુ આવ્યું છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સુરતમાં રત્નકલાકારની પુત્રી હીરાની જેમ ચમકી છે. જે ગોપી વઘાસિયાએ 96.28 સાથે A-1 ગ્રેડ મેળવ્યો છે. જે ગોપી વઘાસિયાના પિતા રત્નકલાકાર છે અને માતા સિલાઈકામ કરે છે. જેમની ગોપી વઘાસિયાએ ધોરણ-12માં 96.28 સાથે A-1 ગ્રેડ મેળવવીને પરિવારનું નામ રોશન કર્યું છે. ત્યારે સફળતા બાદ ગોપીએ જણાવ્યું હતું કે તેમેને કોરોનાકાળમાં હોશિયાર વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવીને અમે અરસપરસ સવાલ જવાબમાં કોઈ પણ ડાઉટ હોય તો ફોન કરીને તેને ક્લિયર કરતા હતા અને આ રીતે સફળ થઇ ગઈ છું.

આ ઉપરાંત તેને વધુમાં જણાવતા કહ્યું કે, આ સફળતામાં મને મારા શિક્ષકો અને માતા-પિતાનો પૂરો સપોર્ટ મળ્યો હતો. ત્યારે હવે તેને આગળ CA બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગોપી વઘાસિયા રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગુંદાશ્રી ગામની વતની છે. જેમના પિતા ચીમનભાઈ સુરતમાં ઘણા વર્ષોથી હીરા ઘસવાના વ્યવસાય સાથે જોડાયેલા છે. જે પિતાની હીરા ઘસીને ચમકાવવાની મહેનત જોઈને તેને પણ મહેનત કરીને હીરાની જેમ ચમકવા માટે મહેનત કરી હતી અને તેને કારણે જ તેને આ સફળતા મેળવી છે. અને તેને પરિવારનું નામ રોશન કર્યું છે.

જયારે ગોપી વઘાસિયાની માતા પણ ઘણી મહેનત કરી જે, તેના પતિની ઓછી આવકને કારણે તેઓ પણ બાળકોના અભ્યાસ માટે મહેનત કરી રહ્યા છે. જેમના બે સંતાનો છે અને આ બંને સંતાનોને ભણાવીને આગળ વધારવા માટે તેઓ ઘરે જ સિલાઈકામ કરી રહ્યા છે. ગોપીનો મોટો ભાઈ એલએલબી કરી રહ્યો છે જે ગોપીને મદદ કરતો હતો. ત્યારે હવે દીકરી એ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં A-1 ગ્રેડ મેળવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોપી વઘાસિયાએ હવે આગળ CA બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.