રાજ્યમાં કોરોનાની પ્રથમ લહેર કરતા કોરોનાની બીજી લહેર ખૂબ જ ભયંકર રહી હતી. તેમાં અનેક લોકોના મોત થયા હતા. કોરોનાનો કહેર એટલો બધો હતો કે લોકોને ઓક્સિજનના બાટલા પણ મળવા મુશ્કેલ હતા તેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે આ દરમિયાન કોરોનાથી મૃત્યુ થનારા લોકોના પરિવારજનોને સરકાર તરફથી એક મોટી સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. જ્યારે હવે આ મામલે મૃત્યુ થનારા લોકોના પરિવારજનોને સહાય ચુકવવામાં આવી રહી છે.

 

વડોદરામાં કોવિડ મૃત્યુ સહાય યોજનામા મૃત્યુના ગંભીર આકડા આવવાની શક્યતા રહેલી છે. કોવિડ વખતે સરકારે જાહેર કરેલા આક કરતા વધુ આંક બહાર આવે તેવી શક્યતા રહેલી છે. વડોદરા એસએસજી હોસ્પિટલમાંથી 2000 કોવિડ ડેથ સર્ટી ઈશ્યુ કરવામાં આવ્યા છે. તેને જોતા એવું લાગી રહ્યું છે.

જ્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા ઓફિશ્યલ 623 મોત જાહેર કરવામાં આવ્યા હતા. સુપ્રિમ કોર્ટની ટકોર બાદ સરકારે કોવિડ સહાયની યોજના શરુ કરી હતી. જ્યારે સહાય યોજના ના કારણે કોવિડ મોત નો ગંભીર આંકડો બહાર આવી રહ્યો છે. તેની સાથે હવે કોરોનાના આંકડાને વિવાદ સામે આવી શકે છે.