કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે સરકાર ટેસ્ટિંગ અને વેક્સિન આ બંને પર ભાર મુકી છે. રાજ્યમાં વેક્સિનેશનના બીજા તબક્કા 60 વર્ષથી ઉપરના તમામ વડીલોને વેક્સિન આપવાની કામગીરી અત્યારે શરૂ છે. આ ઉપરાંત બીમારી ધરાવતા 45 વર્ષથી ઉપરના લોકોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે.

આ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ જીલ્લાના બે ગામોના તમામ વડીલોએ કોરોનાની વેક્સિન મુકાવી છે. રાજકોટ જિલ્લાના કેરાળા અને ફતેપર ગામમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી છે. .પહેલા કેરાળા ગામમાં ગુરુવાર બપોર સુધીમાં જ ગામના તમામ વડીલોએ 100 ટકા વેક્સિન મુકાવી. અને ત્યારબાદ ફતેપરમાં ગુરુવાર સાંજ સુધીમાં બધા વડીલોએ એક જ દિવસ વેક્સિન લીધી અને તમામ વડીલોએ રસી મુકાવી લેતા રાજકોટ જિલ્લાના પ્રથમ 100 ટકા વેક્સિનેશન ધરાવતા ગામ બન્યા છે. ગામના વડીલોએ અન્ય લોકોને પણ વેક્સિન મુકાવવા અપીલ કરી છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૭૬ કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોનાથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાથી સાજા થયા છે. જેના લીધે અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાથી સાજા થઈ ચુક્યા છે. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 96.42 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 5684 એક્ટિવ કેસ રહેલા છે. જેમાંથી 63 લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ રહેલા છે.ત્યારે વેક્સિન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ સંક્રમણ રોકવાના મહત્વના હથિયાર છે.