ગુજરાત યુનિવર્સિટીને લઈને સમાચાર સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી BA, B.com ના પ્રવેશ લઈને જાણકારી સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ હજુ સુધી BA, B.com માં પ્રવેશ ફાળવવામાં આવ્યા છે પરંતુ તેને લઈને ધીમી ચાલ ચલવામાં આવી રહી નથી.

જેમાં માસ પ્રમોશનને દોઢ મહિનો વિત્યો હજુ યુનિવર્સીટીમાં એડમિશન અધ્ધરતાલ જોવા મળી રહ્યું છે. ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવવા ગુજરાત યુનિવર્સીટીની ધીમી ચાલ ચલાવવામાં આવી છે. ખાનગી યુનિવર્સિટીમાં ટુંક સમયમાં પરીક્ષાઓ પણ યોજાઈ જશે. ગુજરાત યુનિવર્સીટીમાં BA, B.com નું ફાઇનલ મેરિટ લિસ્ટ હજુ જાહેર થયુ નથી.

તેની સાથે બીબીએ, બીસીએ અને એમએસ.સી આઈ ટીનું પણ ફાઈનલ લિસ્ટ તૈયાર થયુ નથી. ખાનગી યુનિવર્સીટીની બેઠકો ભરવા ગુજરાત યુનિવર્સીટી દ્વારા ધીમી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ વર્ષે માસ પ્રમોશન બાદ પણ ગુજરાત યુનિવર્સીટીમાં બેઠકો ખાલી રહે તેવી શક્યતા રહેલી છે. માસ પ્રમોશન બાદ જો ગુજરાત યુનિવર્સીટીમાં બેઠકો ખાલી રહેશે તો યુનિવર્સીટી માટે શરમજનક રહેશે. અમદાવાદ આસપાસની ખાનગી યુનિવર્સિટીઓની સીટો ફુલ થઈ રહી છે. ખાનગી યુનિવર્સિટીની સીટો ભરવા માટે આ કાવતરુ ગધ્વામાં આવ્યું છે.