GTU માં મોટા ઉપાડે શરૂ થયેલા ઘોડેસવારી કોર્ષ મૃત અવસ્થામાં જોવા મળી રહ્યા છે. GTU એ થોડા સમય પહેલા ઘોડેસવારી કોર્ષ શરૂ કર્યો હતો. ત્યારે છેલ્લા એક મહિનાથી GTU કેમ્પસમાં ઘોડા નથી. ઘોડેસવારી કોર્ષ વેકેશનમાં શીખવવાના બદલે ઘોડાઓ GTU માંથી અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. જે લાખો ના ખર્ચે શરૂ કરાયેલા કોર્ષને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. GTU એ ઘોડેસવારી માટે મેદાન અને ઘોડા રાખવા માટે શેડ પણ બનાવ્યા હતા.

જો કે આ પ્રકારનો કોર્સ શરૂ કરનારી જીટીયુ દેશની પ્રથમ ટેકનોલોજિકલ યુનિવર્સિટી છે. જે ‘અપના પ્રદેશ, અપના ખેલ’ હેઠળ લુપ્ત થતી કળા જાળવવા માટે આ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. જે વિધાર્થીઓમાં સાહસિકતાનો ગુણ આવે એ હેતુસર ઘોડેસવારીનો બે પ્રકારનો કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો.

આ કોર્ષમાં એક મહિનાનો બેઝિક કોર્ષ જેમાં 40 કલાકની ટ્રેનિંગ આપવમાં આવે છે અને તેની સાત હજાર રૂપિયા ફી લેવામાં આવે છે. જે સંપૂર્ણ ઘોડેસવારીનો કોર્ષ 3 મહિનાનો છે.