અત્યાર જમાનામાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં મોબાઈલના ફાયદાની સાથે અનેક ગેરફાયદાઓ પણ રહેલા છે. જેમાં હાલની પેઢી દીવાની બની છે. તેવો જ એક મામલો વડોદરાથી સામે આવ્યો છે. વડોદરામાં એક ઇસમ દ્વારા ચાઈલ્ડને પોર્ન વિડીયો મોકલવામાં આવ્યો છે.

 

આ કારણોસર ચાઈલ્ડ પોર્નોગ્રાફી વિડિઓ શેર કરનાર ઈસમ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા શહેર સાયબર ક્રાઈમને સોંપેલી સીડીમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આ સીડીમાં 15 ચાઈલ્ડ પોર્નોગ્રાફી ને લગતી ટીપ લાઈનો હતી.

 

નોંધનીય છે કે, ફતેહપુરા ના ભાંડવાળા વિસ્તારના સદ્દામ શેખ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સદ્દામ શેખની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આઈ.ટી.એક્ટ 67 (બી) હેઠળ ફરિયાદ દાખલ કરી છે. જ્યારે શહેરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો પ્રથમ કેસ નોંધાયો છે.