ગુજરાત છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ, છેતરપિંડી અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે.

દિન-પ્રતિદિન લુંટ, ચોરી, ચીલઝડપ સહિતના બનાવો વધી રહ્યાં છે. કોરોનાકાળમાં અનેક લોકોની નોકરીઓ છૂટી જતા. ધંધો ન રહેતા લોકો ગુનાખોરીના માર્ગે વધ્યા છે. આ કારણોસર સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે. જે રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે.

અમદાવાદ ટ્રાફિક વિભાગનો હેડકોન્સ્ટેબલ દારૂની ખેપ મારતો ઝડપાયો હતો. પાલડી વિસ્તારમાં આવેલા સુમેરુ કોમ્પ્લેક્ષ નજીક એક્ટિવા પર દારૂની ડિલિવરી આપવા જતા પાલડી પોલીસે ધરપકડ કરી હતી. ઇગલ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વસંત ભાઈ પરમાર નામના પોલીસકર્મીની પાલડી પોલીસે ધરપકડ કરી.

આ પોલીસકર્મી 27 જેટલી વિદેશી દારૂનો જથ્થો એક્ટિવા પર લઈને જતો હતો. અસારવા નજીક આવેલ મોહન સિનેમા પાસેની ચાલી માંથી દારૂ લાવ્યો હોવાની કરી પોલીસકર્મીએ કબૂલાત કરી છે.

શહેરમાં અનલૉક શરૂ થયા બાદ ચોરીના બનાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. દિવાળી નજીક આવતાં જ તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે ચોરી, છેતરપિંડી અને લુંટફાટના બનાવો વધી રહ્યાં છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં દિવસે ને દિવસે છેતરપિંડી અને લૂંટની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના કાળ દરમિયાન અનેક લોકો બેકાર બન્યા છે જેના કારણે ચોરીનું પ્રમાણ પણ વધ્યું છે.

જો કે રાજ્યમાં સતત ક્રાઈમની ઘટના બનતા સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરી રહી છે, શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનિક સ્થિતિ કથળી રહી છે.constable