રાજકોટ મનપા ના જનરલ બોર્ડમાં સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ કોલેજ નો મુદ્દો ઉછળયો છે. AAP ના કોર્પોરેટર કોમલબેન ભારાઈ એ પૂછેલા પ્રશ્નમાં ભારે વિગતો બહાર આવી છે. રાજકોટમાં 491 કેમ્પસ માં 898 સ્કૂલ કોલેજો છે. માત્ર 86 પાસે રમતગમતનું મેદાન છે. સ્કૂલ કોલજોની 40 બિલ્ડીંગ તો સૂચિતમાં છે. સ્કૂલ કોલેજો પાસે 11.36 કરોડ નો ટેક્સ બાકી છે. AAP ના પ્રશ્નમાં શાસક ભાજપના કોર્પોરેટર એ પણ તંત્રને ભીડવ્યું છે. ફી એડવાન્સ લેતી સ્કૂલો વેરો કેમ એડવાન્સ ભરતી નથી તે સવાલ ઉઠ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં હાલમાં કોંગ્રેસમાંથી આપમાં જતા રહેલા નગરસેવકો વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઈએ શાળા-કોલેજના બાકી વેરા, ફાયર સેફ્ટી, શિક્ષણ અને સ્વાસ્થ્ય મુદ્દે શાસકોને પ્રશ્ર્નો પૂછ્યા હતા. જેમાં શહેરમાં આવેલી શાળા-કોલેજોનો કુલ 11.36 કરોડ રૂપિયાનો વેરો વસુલવાનો બાકી હોવાનું મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું છે.

થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને આપમાં જોડાયેલા વોર્ડ નં.15ના કોર્પોરેટર કોમલબેન ભારાઇએ સવાલ મૂકયો હતો કે, વાલીઓ પાસેથી શાળાઓ ફી પુરી વસુલે છે છતાં મનપાને નિયમિત વેરો નથી ભરતી. જે કોંગ્રેસમાંથી આપમાં ગયેલા નગરસેવિકાએ શહેરમાં શાળા-કોલેજ કેટલી આવેલી છે અને કેટલો વેરો બાકી છે તેવો પ્રશ્ર્ન કર્યો હતો. જનરલ બોર્ડમાં કેટલી શાળા-કોલેજોમાં પાર્કિંગ છે તે પ્રશ્ર્ન પણ ઉઠ્યો હતો. જેના જવાબમાં મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શાળા-કોલેજોમાં ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવે જ છે અને તમામ શાળા-કોલેજોમાં નિયમ પ્રમાણે જ પાર્કિંગ છે તેવું જણાવ્યું હતું.