અમદાવાદમાં જે કંપની દ્વારા બ્રિજ તૈયાર કરાયો તે કંપનીનો રાજકોટમાં પણ વિવાદમાં સામે આવ્યો છે. રાજકોટમાં 4 બ્રિજના કામમાં બિલ્ડકોન કંપની બ્રીજ તૈયાર કરી રહી છે. રણજિત બિલ્ડકોનને RMC દ્રારા નોટીસ ફટકારવામાં આવી છે. રૂપિયા 70 કરોડ ઓન ચુકવણી છતાં બ્રિજ નું કામ 50 ટકા પણ પૂરું થયું નથી.

રણજિત બિલ્ડકોન એજન્સી હસ્તક કેકેવી હોલ ચોક જડ્ડુસ બ્રિજ, નાનામૌવા બ્રિજ અને રામદેવપીર ચોક બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. મનપા હજુ પેનલ્ટી ફટકારવા મુહૂર્ત કઢાવી રહી છે. નબળી કામગીરીથી અને ઢીલાશથી રાજકોટની 17 લાખની પ્રજાને રોજની હાલાકી પડશે.

રાજકોટ ના 4 બ્રિજ ના કામમાં ઢીલાસ રહેશે. રણજિત બિલ્ડકોનને ચોથી વાર નોટિસ આપવામાં આવી છે. રૂપિયા 70 કરોડ ના ચૂકવવા છતાં બ્રિજ ની કામગીરી અડધી પૂર્ણ થઇ નથી. રાજકોટ મનપા દ્વારા પેનલ્ટી ફટકારાવવા હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. કાલાવડ રોડ રામાપીર ચોક નાના મોવા સર્કલ ના ઓવરબ્રિજ ના ઢીલા કામથી લોકોને હાલાકી પડી છે.