સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતો હતો દારૂનો અડ્ડો, અચાનક પીસીબીએ કર્યા દરોડા અને..!

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચુટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે હવે તેને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં દારુ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેવી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એવું જ વડોદરામાં જોવા મળ્યું છે.
વડોદરા શહેરના દિવાળીપુરા ના ગદાપુરા વિસ્તારમાં પીસીબી ના દરોડા પાડવામાં આવ્યા છે. વિદેશી દારૂની અંદાજિત 40 થી 45 પેટી ઝડપી પાડી છે. બુટલેગર સાહિલ ઉર્ફે જાઉ તથા કિષ્ના માળી ફરાર થઈ ગઈ છે. સ્થાનિક ગોત્રી પોલીસ સ્ટેશનો ડી સ્ટાફ ઊંઘતો ઝડપાયો છે.
તેની સાથે ગોત્રી પોલીસ સ્ટેશનની રહેમ નજર હેઠળ ચાલતા ખુલ્લેઆમ વીદેશી દારૂ ના ધંધા જોવા મળી રહ્યા છે. આ અગાઉ પણ પીસીબી દ્વારા આ જ બુટલેગર ના ઘરે રેડ કરીને વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.
જ્યારે આ અગાઉ વડોદરામાં જીલ્લામા ત્રણ દિવસમા 53.77 લાખનો દારૂ પકડાયો હતો. જ્યારે વાધોડીયા, વરણામા,વડોદરા તાલુકા પોલિસ સ્ટેશનમાં 5 કેસમા 79.91 લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. શહેર ના ચાર પોલિસ સ્ટેશન સ્ટેટ વિજિલન્સ ના દરોડામા દારુ પકડાયો હતો.
નોંધનીય છે કે, રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જાહેરાત કરવામાં આવી હતી કે, 10,879 ગામોમાં ચૂંટણી માટે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે અને 21 ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવશે. આ ચૂંટણી માટે 29 નવેમ્બરના જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરવામાં આવશે.