સુરત (Surat) માં બોગસ બિલ્ડીંગ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે. ફર્જી કંપની બનાવી રૂ. 83 કરોડનું કૌભાંડ ઝડપાયું છે. જેના મુખ્ય આરોપી સંજય દુધવાળાની ધરપકડ કરવામાં આવી છે.

પાંચ બોગસ કંપની બનાવી જીએસટી ચોરી કરવામાં આવી હતી. સરકારની તિજોરી સાથે રૂ. 83 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. આરોપીને જ્યૂડિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. હજી કેટલી કંપની સાથે આરોપી સંકળાયેલો છે તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.