રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે. જેને લઈને આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે લોકોને હવે થોડાથી પડેલ કડકડતી ઠંડી બાદ હવે ઠંડીમાંથી આંશિક રાહત મળશે. જો કે આગામી 3 થી 4 દિવસ તાપમાન યથાવત રહેશે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 11 ડીગ્રી રહેવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જો કે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં તેજ પવનોને કારણે ઠંડી રહેશે.

હાલમાં રાજ્યમાં લોકોને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે મેટ્રો સિટી અમદાવાદની વાત કરીએ તો અહી તાપમાન 10.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર હોવાનુ સામે આવ્યુ છે. શહેરો તેમજ ગામડામાં ઠંડીનું મોજું ફરી વળતા લોકો ઠુંઠવાયા છે તો રાત્રિનાં સમયે રસ્તાઓ પણ સૂમસામ જોવા મળી રહ્યા છે. જે ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

આગામી 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે કહ્યું છે કે કચ્છના વિસ્તારમાં સિવિયર કોલ્ડવેવની અસર અનુભવાશે.