રાજ્યમાં સતત કાળઝાળ ગરમી પડી રહી હતી તેના લીધે સતત લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. કેમ કે ગુજરાતમાં ગરમીનો પારો હાઈ લેવલ પર રહ્યું હતું. ગુજરાતમાં અત્યારે છેલ્લા થોડા સમયથી તાપમાન હાઈ રહ્યું છે. પરંતુ રાજ્યમાં થોડા દિવસોથી વરસાદની એન્ટ્રીથી લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે. જ્યારે આજના સમાચાર પણ એ મુજબ રહેલા છે.

રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવાનો છે. કેમ કે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં વરસાદ યથાવત રહેવાનો છે. હવામાન વિભાગ મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ રહેશે મધ્યથી ભારે વરસાદ વરસશે. તેની સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, રાજકોટ સહિત વરસાદ રહેશે.

જ્યારે આ સિવાય વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત સહિત ભારે વરસાદ રહેશે. પરંતુ તેની સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદ ખેડા સહિત સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા પાટણ સહિત સામાન્ય વરસાદ રહેશે.