રાજ્યમાં સતત કાળઝાળ ગરમી પડી રહી હતી તેના લીધે સતત લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. કેમ કે ગુજરાતમાં ગરમીનો પારો હાઈ લેવલ પર રહ્યું હતું. પરંતુ હવે વરસાદની એન્ટ્રી ગુજરાતમાં થઈ ગઈ છે તેનાથી લોકોને રાહત મળી છે. જ્યારે હવે નેઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું છે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં 15 થી 20 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ બેસવાની સંભાવના છે. અત્યારે પડી રહેલ છુટોછવાયો વરસાદ પ્રિ-મોન્સૂન એકટીવીટી હેઠળ રહેલ છે. 13 જૂન-14  સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. 16 જૂનથી 18 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે.

આ સિવાય 15 જૂન બાદ ગુજરાતમાં છુટા છવાયો વરસાદ ચાલું રહેશે. ચાર દિવસ સુધીમાં નેઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગે 14 જૂને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.