રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ તેની સાથે ગરમીનો મારો પણ શરૂ થઈ ગયો છે. તેમ છતાં છેલ્લા બે દિવસથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બનેલું છે. તેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. કેમકે આ વાતવરણ લોકોને ગરમીને સાથે ઠંડીનું અહેસાસ કરાવતું રહે છે.

તેની સાથે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે આવતીકાલથી ગરમીનો પ્રકોપ વધશે. હવામાન વિભાગ મુજબ જણાવવામાં આવ્યું છે કે, આજે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ બન્યું રહેશે. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત રહેશે. અરબી સમુદ્રમાંથી ભેજ આવતા વાતાવરણ પલટો આવ્યો છે. વાતાવરણ પલટાથી ખેડૂતોની ચિંતા વધી છે.

નોંધનીય છે કે, શિયાળામાં પણ કમોસમી વરસાદ રહ્યો હતો. જેના લીધે ખેડૂતોને ભારે નુકસાન પણ થયું હતું. એવામાં હવે ઉનાળાની શરૂઆત થતા ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો હતો. પરંતુ હવે આ દરમિયાન પણ ચિંતાજનક સમાચાર સામે આવી ગયા છે. ઉનાળામાં પણ વરસાદી માવઠાની અસર જોવા મળી રહી છે. કેમકે છેલ્લા બે દિવસથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બનેલું છે.