રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ તેની સાથે ગરમીનો મારો પણ વધવાનું શરૂ થઈ ગયો છે. તેમ છતાં હવે તેને લઈને મોટી જાણકારી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં હિટવેવની કોઈ આગાહી કરવામાં આવી નથી. વાદળછાયા વાતવરણને લીધે ઉકળાટનો સામનો કરવો પડશે. કેટલાક વિસ્તારોમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ શકે છે. અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વાદળછાયું વાતાવરણ વધતા રહેશે.

નોંધનીય છે કે, શિયાળામાં પણ કમોસમી વરસાદ રહ્યો હતો. જેના લીધે ખેડૂતોને ભારે નુકસાન પણ થયું હતું. એવામાં હવે ઉનાળાની શરૂઆત થતા ગરમીનો અહેસાસ થવાની સાથે હવે તેમાં વિપરીત રૂપ જોવા મળી રહ્યું છે. કેમકે હવે ઉનાળામાં પણ વાદળછાયા વાતાવરણનો લોકોને અહેસાસ થશે.