ગુજરાતમાં દારુબંધી તો હવે માત્ર નામની રહી છે. ગુજરાતના લોકો વાર તહેવારો અઢળક દારૂ પી જાય છે, અથવા અહીં પીવા ના મળે તો તેઓ દીવ-દમણ, આબુ કે ગોવા જઇને પોતાના શોખ પુરા કરતા હોય છે. ત્યારે રાજ્યમાં અનેક વખત બુટલેગરો દારૂ સંતાડવાના અનેક જુગાડો કરતા પોલીસના હાથ ઝડપાઇ ગયા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અને કાયદાના ભયના કારણે બુટલેગરોને થોડો ભય તો લાગ્યો છે, પરંતુ તેઓ અવનવા જુગાડ કરીને પોલીસથી બચવા માટે પ્રયત્નો કરતા હોય છે. ત્યારે આજે વડોદરામાં વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો નો નવો કીમિયો સામે આવ્યો છે.

પોલીસથી બચીને શહેરમાં દારૂ ધુસાડવા કોક્રિટના ક્રસર મિક્ષર મશિનમાં દારૂ લવાયો હતો. મોટી માત્રામાં દારુ ધુસાડવા ક્રસર મશિનનો સહારો લીધો હતો. જો કે પાણીગેટ પોલીસે વાધોડીયા રોડ પરથી પસાર થતુ મશિન ચેક કરતા આ સમગ્ર ભાડો ફુટ્યો હતો. મશિનના મિક્ષર માંથી મોટી માત્રામાં દારુ મળી આવ્યો હતો. ત્યારે આ દારુ કોણ લાવ્યુ અને કોને મોકલવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરથી કહી શકાય છે કે વડોદરામાં દારૂ વેચવાનો નવો કીમિયો બુટલેગરોએ શોધી નાંખ્યો છે.