રાજકોટમાં ટ્રાફિકનો ઉલ્લંઘન કરનાર લોકો આ સમાચાર જરૂર વાંચી લેજો કેમકે આ સમાચાર તમારા માટે ખાસ રહેલા છે. રાજકોટના નવા પોલીસ કમિશનર દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. પોલીસ કમીશ્નર રાજુ ભાર્ગવના આદેશથી ટ્રાફિક ડ્રાઈવમાં અનેક લોકોને ઝપટે લેવામાં આવ્યા છે.

રાજકોટમાં પોલીસ દ્વારા 5 દિવસમાં જ 12.46 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ પકડાઈ તો 10 થી 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસની કાળા કાચ વાળી અને નંબર પ્લેટ વગરની ગાડીને 10થી 20 હજારનો દંડ અપાયો છે. ટ્રાફિક ડ્રાઈવમાં પોલીસ કમિશનરે પોલીસનું જ અભયાન શરૂ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, નવનિયુકત પોલીસ કમિશ્નર દ્વારા રાજકોટ શહેરની ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સક્રિય બન્યા છે. પોલીસ કમિશ્નર પદનો ચાર્જ સંભળાયા બાદ ગાંધીનગરથી રાજકોટમાં પ્રવેશતાની સાથે જ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે સખ્ત પગલા ભર્યા હતા.