ગુજરાતમાં મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકાની યોજાયેલ ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. રાજકોટ જીલ્લા પંચાયતમાં ૩૬ બેઠકોમાંથી ૨૫ બેઠકમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. આ જીત બાદ રાજકોટમાં પ્રમુખ પદને લઈને તૈયારીઓ શરુ થઈ ગઈ છે. રાજકોટમાં જિલ્લા પંચાયતની નવી ટીમની 17 તારીખે જાહેરાત થશે.

રાજકોટમાં આગામી 17 અને 18 તારીખે જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, તેમજ આરોગ્ય અને બાંધકામ જેવી મહત્વની સમિતિઓ માટે નામ જાહેર કરવામાં આવશે. ભાજપમાં રાજકીય વગ ધરાવતા ભુપત બોદરનું નામ હાલ પ્રમુખ પદ માટે સૌથી આગળ ચાલી રહ્યું છે. જ્યારે તા ૧૬ તારીખના રોજ જીલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ હશે તે નક્કી કરી લેવામાં આવશે. જોકે એક થી વધુ નામ આવશે તો ૧૭ તારીખના ચુંટણી યોજવામાં આવશે.

રાજકોટ જીલ્લામાં ૧૧ તાલુકા પંચાયતોમાં તા ૧૭ મીએ નવા આગેવાન નક્કી કરવામાં આવશે. જ્યારે ૧૭ મી તારીખના રોજ તાલુકા પંચાયતોમાં પણ ચુંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક મળવાની છે. આ બેઠકનો ઉદ્દેશ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા એક-બે દિવસમાં જ બહાર પાડી દેવામાં આવશે.