પેપરલીક મામલે રાજકારણમાં ગરમાવો, AAP ના નેતાઓએ ”અન્નનો ત્યાગ” કર્યો, કલેક્ટર કચેરીની બહાર ધરણાં…

રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાના પેપરલીક મામલે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ગુજરાતમાં આપના નેતાઓ અને મહિલા કાર્યકરોની ધરપકડ થતા દિલ્લીથી આપના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ તાત્કાલિક અમદાવાદ આવી પહોંચ્યા છે.
આમ આદમી પાર્ટીએ આ મામલે પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. જેમાં ગુજરાત આપના સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, સાગર રબારી અને મહેશ સવાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આપનું પ્રદેશ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પોલીસ અધિકારીઓ aapના પ્રદેશ કાર્યાલય પહોંચ્યા છે.
પત્રકાર પરિષદ સંબોધિત કરતા ગુલાબસિંહે જણાવ્યું છે કે, શાંતિપૂર્ણ માહોલમાં અમારી ટીમ કમલમમાં ગઈ હતી અને અસિત વોરા સામે સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ અમારા કાર્યકરો આજે જેલમાં છે અને આસિત વોરા જેવા ક્રિમિનલ બહાર છે. જેલથી આપના કાર્યકરો ડરતા નથી. અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે. શ્રદ્ધા રાજપૂત નેશનલ હેલ્થમાં સભ્ય છે અને તે પગાર પણ લે છે અને કમલમ બેસે છે. કમલમમાં બધે CCTV છે. મહિલા કાર્યકર્તાએ છેડતીનો આરોપ લગાવ્યો છે. તે સાબિત કરે અમને બદનામ કરવાની વાત છે.
પેપરલીક મુદ્દે જણાવ્યું કે, 80 હજાર વિદ્યાર્થીઓનો શું વાંક ? અચાનક પેપર લીક કેમ થાય ? આસિત વોરા પર કાર્યવાહી કરવા AAPએ માંગ કરી છે. તમામ વિદ્યાર્થીઓને 50 હજારનું વળતર આપવાની AAPની માંગ છે. અસિત વોરાનું રાજીનામુ લઇ તેના સામે કાયદાકીય કાર્યવાહી થાય.
ગુલાબસિહં અને મહેશ સવાણીએ અન્નનો ત્યાગ કર્યો.
અત્યારથી ગુલાબસિંહ અને મહેશ સવાણીએ અન્નનો ત્યાગ કર્યો છે. અસિત વોરા પર કાર્યવાહીની માંગ સાથે aap આક્રમક થયું છે. અસિત વોરા પર સુપર CM CR પાટિલના 4 હાથ છે. અમદાવાદ કલેક્ટર કચેરીની બહાર મહેશ સવાણી અને AAP ના ગુજરાતના સહપ્રભારી અનશન કરશે.
આ મામલે મહેશ સવાણીએ જણાવ્યું કે, આજથી અત્યારથી અમે ભૂખ હડતાલ પર ઉતરીશું. પેપર છપાવાની જવબદારી અસિત વોરાની છે. પેપર સરકારી બદલે ખાનગી જગ્યાએ છપાયું છે. 4 માંથી 1 પેપર ફાઇનલ કરવાનો અધિકાર છે. અસિત વોરા પર કાયદેસરની કાર્યવાહી થાય છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી મોટે – મોટેથી બોલે છે કે છોડવામાં નહિ આવે. વર્ષ 2016 થી પેપરો લીક થયા છે. છેલ્લા 5 વર્ષમાં 10 પેપર લીક થયા છે. લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ફોર્મ ભરે છે. બાળકોને ભણાવવા જમીનો વહેંચવી પડે છે. નોકરી માટે અરજીનું ફોર્મ ભરવા સરકાર કરોડો કમાઈ છે. નાની નાની માછલીઓને પકડવાની નથી
અસિત વોરા જેવા સામે કાર્યવાહી થવી જોઈએ.
યુવરાજસિંહના વલણ સામે AAPના સહપ્રભારી ગુલાબસિંહે ગોળ ગોળ જવાબ આપ્યો કે, યુવરાજસિંહ અમારી સાથે જ છે તેનું મંતવ્ય અલગ છે.
AAP નેતા મહેશ સવાણી અને ગુલાબસિંહ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ગાંધી આશ્રમ દર્શન કરી અને કલેક્ટર કચેરી ખાતે અન્નશન કરવાના હતા પરંતુ આ પહેલાગાંધી આશ્રમ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા. ACP, PI સહિતના અધિકારીઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. AAPના નેતા મહેશ સવાણી અને અને સહપ્રભારી ગુલાબસિંહની અટકાયત કરવામાં આવી છે. અન્નસન કરવા જાય તે પહેલા બંને નેતાઓની અટકાયત કરવામાં આવી છે.
ગાંધી આશ્રમ ખાતેથી બંને નેતાઓની અટકાયત કરવામાં આવી છે.
આસિત વોરાના રાજીનામાની માંગ સાથે અન્નસન કરવામાં આવ્યું છે. મહેશ સવાણીએ જણાવ્યું કે, જેલમાં પણ અમારા અન્નશન ચાલુ રહેશે.
જ્યાં સુધી આસિત વોરાનું રાજીનામુ નહિ લેવાય ત્યાં સુધી અન્નસન ચાલુ રહેશે.