રાજકોટથી તેલના ભાવને લઈને આવ્યા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર ગૃહણીઓની ચિંતા વધારનાર સમાચાર સામે આવ્યા છે. કેમકે છેલ્લા થોડા મહિનાઓથી સતત મોંઘમારીનો માર પડી રહ્યો છે. જ્યારે આજે પણ તેલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે.

સિંગતેલ મા ભાવવધારાની આગેકૂચ સતત ચાલી રહી છે. સિંગતેલના રૂપિયા 30 નો ભાવ વધારો થતા ડબ્બાનો ભાવ 2630  પહોંચ્યો છે. કપાસિયા તેલના ભાવ પણ સીંગતેલની સાથોસાથ રેસમા જોવા મળી રહ્યા છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2550 થી 2580 થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં સીંગતેલ અને કપાસિયામા અવિરત ભાવવધારો થયો છે.

નોંધનીય છે કે, હાલના સમયમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સાથે લોકોને ખાદ્યતેલોના ભાવ રોવડાવી રહ્યા છે. એવામાં હવે સિંગતેલના ભાવ બરાબર કપાસિયા તેલના ભાવ પહોંચી ગયા છે. તેના લીધે ગૃહણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. કેમ કે, કપાસિયા તેલનો ભાવ સિંગતેલના ડબ્બા કરતા ઓછો હોય છે પરંતુ હવે તેમાં પણ સતત ભાવ વધારો થતા તેનો ભાવ પણ સિંગતેલના ભાવ બરાબર પહોંચી ગયો છે.