બાળકોને વેકસીનને લઈને શાળા સંચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ વેકસીન આપવા માંગ કરવામાં આવી છે. શાળા માં જ વેકસીન આપવાનું આયોજન કરવા માંગ કરવામાં આવી છે. શાળામાં જ વેકસીન અપાય તો ઝડપી વેકસીનેશન થશે, જેને લઈને મંડળ દ્વારા જાણવવામાં આવ્યું છે. દર વર્ષે તબીબોની ટિમ શાળાના બાળકોની આરોગ્યની તપાસ કરે જ છે. ધોરણ 9 થી 12 ના બાળકોને વેકસીન લેવાની થશે. ભણતર નો સમય બચશે અને ટાર્ગેટ પણ પૂર્ણ થઈ શકશે. વાલીઓ પાસેથી લેખિતમાં સંમતિ મંગાવી વેકસીન આપવા આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ ખાનગી શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓના વેકસીનેશન માટે પહેલ કરવામાં આવી છે અને આ બાબતને લઈને શાળા સંચાલકોએ સરકારમાં રજૂઆત કરી છે કે જો વિદ્યાર્થીઓને વેક્સીન આપવા માટેની કામગીરી તેમને સોંપવામાં આવશે તો ખૂબ જ ઓછા સમયમાં 30 લાખ વિદ્યાર્થીઓને વેક્સીન આપવાની કામગીરી ઝડપથી પુરી કરવામાં સફળતા મળી શકશે.

જો કે, કેન્દ્ર સરકાર દ્વારા આગામી જાન્યુઆરી 2022 થી સમગ્ર ભારતમાં 15 થી 18 વર્ષના બાળકોને વેકસીન આપવા અંગે જાહેરાત કરવામાં આવી છે. જો સરકાર દ્વારા આ કામગીરી શાળાઓને આપે તો ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા મહામંડળ ના સોશિયલ મીડિયા ગ્રુપમાં એક મેસેજ મૂકવાની સાથોસાથ દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વેક્સીન કેમ્પ યોજી શકાશે.